Video Viral : દિપડાએ હરણના શિકાર કર્યાની ઘટના કેમેરામાં થઈ કેદ, જૂઓ વિડીયો - Leopard in social media
જૂનાગઢ : સોશિયલ મીડિયામાં દીપડો હરણનો શિકાર કરતો હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. ખૂબ જ રેરેસ્ટ ઓફ રેર કહી શકાય તે પ્રકારના આ વિડીયોમાં દિપડો શિકાર કરી રહ્યો છે. આ સમયે તેની બિલકુલ નજીક એક અન્ય પ્રજાતિનું હરણ શિકારને જોઈ રહ્યું છે. દિપડો બીકણ અને શરમાળ પ્રાણી છે જેથી તે આ પ્રકારે શિકાર કરતો હોય તે રીતે તેને કેમેરામાં કંડારવો ખૂબ મુશ્કેલ છે. કેટલાક કિસ્સામાં શિકાર કરતી વખતે અન્ય પ્રાણી કે વ્યક્તિની હાજરીમાં દીપડો શિકાર છોડીને નાસી જતો હોય છે, પરંતુ આ વીડિયોમાં દિપડો ખૂબ એકાગ્રતાથી શિકાર કરતો જોવા મળે છે. જંગલી દુનિયાની આ નરી વાસ્તવિકતા ખૂબ જ ભાગ્યે જ કેમેરામાં કંડારવાની તક મળી છે. વિડિયો કેટલા સમય જૂનો છે અને તેને કોણે કેમેરામાં કંડાર્યો છે તેની કોઈપણ માહિતી પ્રાપ્ત નથી, પરંતુ ગીરના કોઈ જંગલ વિસ્તારનો હોવાનું જાણવા મળે છે.