Rain In Junagadh: અતિભારે વરસાદે વંથલી, કેરાળા અને આણંદપુરના ડેમોને આપી વરસાદી ભેટ
જૂનાગઢ: પાછલા 48 કલાકથી પડી રહેલા અતિ ભારે વરસાદને(Heavy rain In Junagadh) કારણે જુનાગઢ જિલ્લામાં આવેલા તમામ ડેમોમાં નવા નિરની આવક થઈ છે. તો અતિ ભારે વરસાદને કારણે વંથલી નજીક આવેલો ઓજત વિયર કેરાળા નજીક આવેલો ઉબેણ વિયર અને આણંદપુર નજીક આવેલો ઓજત વિયર ડેમ છલકાયો છે. શહેરમાં મોટાભાગના તાલુકાઓમાં(Junagadh District Area Rain) અને ખાસ કરીને જુનાગઢ વંથલી, વિસાવદર, માંગરોળ અને માણાવદર પંથકમાં પડેલા ત્રણ જળાશયો(Junagadh Dams overflow) છલકાયા છે. આ ત્રણેય જળાશયો લોકોને પીવાનું પાણી અને ઉનાળા દરમિયાન ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવા(Dams Requirement For Junagadh People) માટે મહત્વના મનાય છે. શહેર નજીક આણંદપુર ગામ પાસે આવેલો ઓજત વિયર આણંદપુર ડેમ, વંથલી નજીક આવેલા ઓજત વિયર વંથલી ડેમ, કેરાળા નજીક આવેલા ઉબેણ વિયર ડેમ પાણીથી છલકાઈ ગયા છે. બીજી તરફ વિસાવદર નજીક આવેલા આંબાજળ ડેમ છલકાવાની બિલકુલ તૈયારીમાં છે. સતત 2 દિવસથી જુનાગઢ શહેર અને જિલ્લામાં આજે સરેરાશ ત્રણ ઇંચની આસપાસ વરસાદ થયો છે. જેમાં ભેસાણ તાલુકામાં 89 mm મેંદરડામાં 88 mm વિસાવદરમાં 63 mm માળીયામાં 66 mm અને જૂનાગઢમાં 49 mm વરસાદ નોંધાયો છે. ઓજત વિયર ડેમ ઓવરફ્લો થતાં નિચાણ વાળા કેરાળા મજેવડી વધાવી બાલોટ ધંધુસર અને વંથલી ગામના લોકોને સાવચેત કરાયા છે તો જૂનાગઢ નજીક આવેલો આણંદપુર ઓજત વીયર ડેમ ઓવરફ્લો થતાં આણંદપુર રાયપુર સુખપુર અને મેંદરડા તાલુકાના નાગલપુર ગામને લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા જિલ્લા વહીવટી તંત્ર(District Administration Junagadh) દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST