RPF જવાનોએ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિનો જીવ બચાવ્યો જુઓ વિડિયો
પંજાબમાં આવેલા જલંધર જીલ્લાના રેલ્વે સ્ટેશન પર એક વ્યક્તિ ટ્રેનમાં ચડતી વખતે લપસી જતાં RPFની ટીમે તેને બચાવી લેતા દુ:ખદ અકસ્માત ટળી ગયો(RPF jawans save life of man )હતો. આ સંદર્ભે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરપીએફ જવાન દ્વારા ખૂબ જ બહાદુરીથી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ટ્રેનમાં ચઢી રહ્યો છે પરંતુ ટ્રેનમાં પગ મૂકતા જ તેનો પગ લપસી ગયો અને પડી ગયો. ત્યાં સુધીમાં ટ્રેન ચાલવા લાગી હતી. પરંતુ આરપીએફ જવાને તે વ્યક્તિને જોતા જ તેને બચાવી લીધો હતો.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST