Janmashtami 2023 : નંદ ઘેર આનંદ ભયો...જય કનૈયા લાલ કી, અડધી રાતે ભગવાન કૃષ્ણના વધામણાં - vadhamana at midnight to Lord Krishna
Published : Sep 8, 2023, 7:16 AM IST
|Updated : Sep 8, 2023, 8:28 AM IST
ભાવનગર:સમગ્ર રાજ્યમાં ભગવાન કૃષ્ણનાં જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીનાં 12 વાગ્યે ભગવાન કૃષ્ણ જન્મોત્સવની રાજ્યભરનાં કૃષ્ણ મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર શહેર પણ જય રણછોડ.....માખણ ચોર, ગોકુલ મે આનંદ ભયો..જય કનૈયા લાલ કી, નંદ ઘર આનંદ ભયો..જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કીનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. સુભાષનગર મોમાઈ માના મઢે શ્રી બુટ ભવાની ગરબા મંડળ ભાવસાર દ્વારા કૃષ્ણ જન્મનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન સાથે કૃષ્ણ જન્મની શરૂઆત કરવામાં આવી હતી. ભજન બાદ રાત્રે 12 કલાક થતાની સાથે કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો હતો. કૃષ્ણ ભગવાનને હિંડોળે હીંચકાવવામાં આવ્યા હતા.
TAGGED:
Janmashtami 2023