Janmashtami 2023 : જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણ વિશિષ્ટ રથમાં બેસી નગરયાત્રાએ નીકળ્યા - જામનગર
Published : Sep 7, 2023, 8:25 PM IST
જામનગર :જામનગરમાં જન્માષ્ટમીની સાર્વજનિક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ભગવાન શ્રીકૃષ્ણને ખાસ રથમાં નગરભ્રમણ કરાવવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા ભક્તો વ્હાલાની રથયાત્રામાં જોડાયા હતાં. જામનગરમાં આ વર્ષે 17મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા શહેરના માર્ગો પર ફરી હતી. જુદા જુદા 24 ધાર્મિક ફ્લોટ્સ સાથે આ શોભાયાત્રાએ ખીજડા મંદિર ટ્રસ્ટ ખાતેથી પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રામાં આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણજીને વિશિષ્ટ રથમાં બેસાડી ભાવિકો રાજમાર્ગો પર પરિભ્રમણ કરાવાયું હતું. ભવ્ય શોભાયાત્રાનું વિવિધ જગ્યાએ સન્માન પણ કરવામાં આવતું હોય છે અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા લોકો માટે પાણી તેમજ છાસની વ્યવસ્થા કરતા હોય છે. આજે દ્વારકા નગરી તો કૃષ્ણમય બની છે સાથે સાથે જામનગર શહેરમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રાથી અનોખો ધાર્મિક માહોલ બન્યો છે. શોભાયાત્રામાં યાત્રામાં સંતો મહંતો રાજકીય આગેવાનો અને ધાર્મિક વૃત્તિના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.