Janmashtami 2023 : કૃષ્ણ જન્મોત્સવને લઈને જૂનાગઢમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા
Published : Sep 8, 2023, 11:28 AM IST
જૂનાગઢ :કૃષ્ણ જન્મોત્સવ 2023ને લઈને જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરકોટ નજીક આવેલા રામજી મંદિરથી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે ગતરાત્રિના દસ કલાકની આસપાસ જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે વિધિવત રીતે સમાપન કરવામાં આવી હતી. યાત્રામાં કૃષ્ણ જન્મોત્સવ સાથે જોડાયેલા અનેક પ્રસંગોને બાળકોએ ફરી એક વખત જીવંત કર્યા હતા. તો કેટલાક માતા-પિતા પોતાના બાળકોને કૃષ્ણના રૂપમાં પણ શણગારીને શોભાયાત્રામાં સામેલ થયા હતા. સાંજે પાંચ કલાકે શરૂ થયેલી શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢ વાસીઓ જોડાયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહભેર તેમની યાત્રાને તો વધાવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રા પરિપૂર્ણ કરવામાં આવી છે.