કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રામાં પરેશ ધાનાણીએ બતાવ્યા અનોખા કરતબ - Junagadh Krishna Janmotsava Procession
જુનાગઢ ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન થયું હતું. જેમાં કૃષ્ણ જન્મોત્સવને વધાવવા માટે મોટી માત્રામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ યાત્રામાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રામાં તેમણે અંગ કસરતના દાવ રજૂ કર્યા હતા. પરેશ ધાનાણી શોભાયાત્રામાં મલખમ પર હાથ અજમાવ્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતે તૈયાર હોવાનો ઈશારો પણ કર્યો હતો. જે રીતે પરેશ ધાનાણી નેતા વિપક્ષ પદેથી મુક્ત થયા બાદ અમરેલી વિધાનસભામાં સતત પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને પરેશ ધાનાણી દ્વારા મલખમનો અંગ કસરતનો દાવ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ઉપયોગ કરવામાં આવશે તેઓ એક સૂચિત ઈશારો હોય તેવું લાગી રહ્યું છે. હાલ પરેશ ધાનાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. Janmashtami 2022 Junagadh Janmashtami festival 2022 festival Krishna Janmashtami Puja happy janmashtami Paresh Dhanani Daw exercise Assembly Elections 2022 Junagadh Krishna Janmotsava Procession
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST