ગુજરાત

gujarat

Jamnagar Hapa Market

ETV Bharat / videos

Jamnagar Hapa Market : જાણો કયા કારણોસર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે જામનગરનું 'હાપા માર્કેટ' બન્યું હોટ ફેવરિટ - etv

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2023, 7:09 AM IST

Updated : Oct 29, 2023, 7:35 AM IST

જામનગર : હાપા માર્કેટિંગ યાર્ડમાં 728 ખેડૂતો 17 જણસીઓની 82,734 મણ હરાજીમાં લાવ્યા હતા. તેમાં કપાસ અને મગફળીની આવક થઈ છે. મગફળી જાડી તથા ઝીણી થઈને કુલ 32,000 ગુણી અને 56,000 મણ તથા કપાસની વાત કરીએ તો 4,981 ગુણી અને 12,453 મણ થઈને 68,453 ફક્ત બે જડસીની આવક થવા પામી છે.

સૌરાષ્ટ્રના ખેડૂતો માટે પહેલી પસંદ બની :હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસીઓ લઈને આવતા હોય છે. હાલ જે પ્રકારે નવરાત્રીનો તહેવાર પૂર્ણ થયો છે, ત્યારે જામનગર ઉપરાંત જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે.  

ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં હરખની હેલી :ગત વર્ષમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ગુજરાતમાં સૌથી ઊંચો ભાવ મગફળીનો ખેડૂતોને મળ્યો હતો, જેના કારણે ખેડૂતોની પહેલી પસંદ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ છે. ખેડૂતો પોતાના વાહનોમાં મગફળી અને કપાસ લઈ અને રાત્રિના સમયે જ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા, જેના કારણે યાર્ડની બહાર લાંબી વાહનોની કતારો જોવા મળી હતી.

Last Updated : Oct 29, 2023, 7:35 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details