ગુજરાત

gujarat

IND VS NZ

ETV Bharat / videos

IND VS NZ : ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચને લઈ જામનગરવાસીઓમાં ઉત્સાહ - વીનું માંકડ

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2023, 7:27 PM IST

જામનગર :મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં આજરોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. ત્યારે આ હાઈ વોલ્ટેજ મુકાબલાને લઈને જામનગર સહિત દેશભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આ સેમિફાઇનલ મેચમાં ભારતના ખેલાડીઓ ઉમદા પ્રદર્શન કરી જીત હાંસલ કરે તેવી જામનગરના ઊભરતા ક્રિકેટરો આશા વ્યક્ત કરી હતી.

યંગ ક્રિકેટરોમાં ઉત્સાહ : જામનગરના અજીતસિંહ પેવિલિયન ખાતે મોટી સંખ્યામાં જામનગરના યંગ ક્રિકેટરો પ્રેક્ટિસ કરવા માટે આવતા હોય છે. ત્યારે આ ઉભરતા ક્રિકેટરોએ પોતાના જુદા જુદા મંતવ્યો ETV BHARAT સમક્ષ રજૂ કર્યા હતા. ખાસ કરીને સેમિફાઇનલ મેચમાં ભારતના કયો ખેલાડી સેન્ચ્યુરી મારશે અને કયો ખેલાડી સૌથી વધુ વિકેટ લેશે તે વિશે યંગ ક્રિકેટરો જણાવી રહ્યા છે.

જનતાને ભારતીય ટીમ પર વિશ્વાસ : જામનગરના ઉભરતા ક્રિકેટરોએ આજના મેચના પરિણામની વાત કરતા સીધી જ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ક્રિકેટ પ્રેક્ટિસ માટે આવેલા બાળકોએ પોતાના પસંદીદા ક્રિકેટર અંગે પણ વાત કરી હતી. આ બાળકોનું માનવું છે કે, ભારતીય ટીમના ખેલાડીઓ હાલ ફુલ ફોર્મમાં છે. ઉપરાંત ભારતીય બોલરોએ ટીમને જીત અપાવવામાં સૌથી વધુ ફાળો આપ્યો છે.

જામનગર ક્રિકેટરોની ભૂમિ : જામનગરની ભૂમિ ક્રિકેટરોની ભૂમિ છે. જામનગર શહેરની મધ્યમાં આવેલા અજીતસિંહ પેવિલિયનમાંથી વીનું માંકડ, જામ રણજીતસિંહ, સલીમ દુરાની, અજય જાડેજા અને રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટર પ્રેક્ટિસ કરી ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ થયા છે.

  1. World cup 2023 : ભારત ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલ મેચ માટે ભાવનગર ભરુચા કલબના ખેલાડીઓના મત
  2. World Cup 2023:  સચિન તેંડુલકરનો રેકોર્ડ તૂટ્યો, વિરાટ કોહલીનું વન ડેમાં 50મું શતક

ABOUT THE AUTHOR

...view details