ગુજરાત

gujarat

પોલીસકર્મીને રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં વાગી ગોળી

ETV Bharat / videos

Jamnagar police: પોલીસકર્મીને રિવોલ્વર સાફ કરતી વખતે પગમાં વાગી ગોળી, મોટી હાનિ થતાં અટકી - જામનગર પોલીસ

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 8:37 AM IST

જામનગર:લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને અકસ્માતે પગમાં ગોળી વાગતા જામનગરની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જામનગરમાં રહેતા અને લાલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મેહુલભાઇ ગઢવી નામના પોલીસકર્મીને ગઈકાલે મંગળવારે સવારે પરવાનાવાળી પોતાની રિવોલ્વરમાંથી અકસ્માતે ગોળી છુટતા પગમાં વાગી હતી, જેના કારણે તેમને ઇજા થઇ હતી. આથી તેમને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તેમના પગમાં વાગેલી ગોળીને બહાર કાઢી લીધી હતી. બીજી તરફ આ અંગેની જાણ થતા પોલીસની એક ટીમ હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી. કોન્સ્ટેબલ મેહુલ ગઢવી રીવોલ્વરની સફાઇ કરતા હતા ત્યારે અકસ્માતે હાથમાંથી રિવોલ્વર નીચે પડતા ફાયર થયાંનું અને પગના ભાગે વાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ખરેખર કેવી રીતે આ બનાવ બન્યો એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details