Jamnagar News : જામનગરમાં NSG કમાન્ડોએ યોજી દિલધડક મોકડ્રિલ, પાંચ આતંકીને કર્યા ઠાર - Mock drill Terrorists killed in Gulab Nagar Road
જામનગર : જામનગરમાં NSG કમાન્ડોએ દિલધડક મોકડ્રિલ યોજીને પાંચ આતંકીને ઠાર કર્યા છે. વાણિજ્ય ભવનમાં 5 જેટલા આતંકવાદી ઘુસ્યા હોવાની બાતમીના આધારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. નેશનલ સિક્યોરિટી ગાર્ડના જવાનોએ ગુલાબ નગર રોડ પર આવેલા આવકવેરા કચેરી ખાતે સ્થાનિક પોલીસ દ્વારા મુખ્ય માર્ગને ધ્યાન રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મધ્યરાત્રીના સમયે NSG કમાન્ડોએ પોતાની પોઝિશન સંભાળી હતી. રાત્રિના બે વાગ્યા આસપાસ NSG કમાન્ડો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક કલાક સુધી આ મોકડ્રિલ ચાલી હતી, બાદમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
25 કમાન્ડો ઉતર્યા : ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાટનગરમાં NSG કમાન્ડોનુ વડું મથકમાં આવેલું છે, ત્યારે જામનગરમાં આતંકવાદી ઘૂસ્યા હોવાની માહિતી મળતા 25 કમાન્ડોની ટીમ શહેરમાં આવી પહોંચી હતી. ખાસ કરીને જામનગર જિલ્લો સમુદ્ર કિનારે આવેલો છે અહીં સંવેદનશીલ વિસ્તારો પણ આવેલા છે. મુંબઈ હુમલા જેવી ઘટનાઓ ફરી ન દોહરાઈ તે માટે સુરક્ષા એજન્સીઓ હંમેશા સતર્ક રહેતી હોય છે.
ગુપ્ત રીતે મોકડ્રીલનું આયોજન : જામનગર શહેરમાં પહેલી વખત NSG કમાન્ડો દ્વારા ગુપ્ત રીતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ખાસ કરીને NSG કમાન્ડોને ખતરનાક તાલીમ આપવામાં આવતી હોય છે, જ્યારે દેશ પર કોઈ મોટી મુસીબત કે આતંકી હુમલા વખતે NSG કમાન્ડો ઉમદા કામગીરી કરતા હોય છે.