Jamnagar News : દ્વારકાપીઠ શંકરાચાર્યજીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, ધર્મ પરિવર્તન પર આપ્યું નિવેદન
Published : Nov 11, 2023, 9:34 PM IST
જામનગર :જામનગરમાં શંકરાચાર્યજીના માર્ગદર્શન હેઠળ ચાલતા તક્ષશિલા સંકુલમાં દ્વારકાપીઠ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ મુલાકાતે આવ્યાં હતાં. જેને લઇને ટ્રસ્ટીઓ અને ભાવિકજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓએ જામનગરની ટૂંકી મુલાકાત લીધી હતી ત્યારબાદ થોડીવારમાં તેઓ રવાના થયા હતાં, દરેડ ખાતે આવેલા તક્ષશિલા સંકુલમાં શંકરાચાર્યજીના શિષ્ય નારાયણનંદજી મહારાજ પણ તેમની સાથે હતાં, આમ લોકોએ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લીધો હતો. તક્ષક્ષિલા સંકુલ ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં અને દ્વારકાપીઠના શંકરાચાર્યજી સાથે વાર્તાલાપ કરતા પણ જોવા મળ્યા હતાં. ખાસ કરીને ભારતમાં ધર્મ પરિવર્તન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે તેમજ તાપી જિલ્લામાં અનેક લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે ત્યારે શંકરાચાર્યજી તાપી ખાતે પહોંચ્યા હતા અને અહીં તેમણે જે લોકો હિન્દુ ધર્મમાંથી અન્ય ધર્મમાં ગયાં હતાં તેઓની ઘર વાપસી શંકરાચાર્યજીએ કરાવી છે. સાથે સાથે દ્વારકાપીઠ શંકરાચાર્યએ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિર મુદ્દે પણ નિવેદન આપ્યું છે. તેમણે રામ મંદિર બનતા કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર બનશે તેમ જણાવી રામ મંદિર બનતાં ખુશી વ્યક્ત કરી છે.