ગુજરાત

gujarat

Jamnagar News : જામનગરમાં સેવા દળની લીડરશીપ ટ્રેનિંગ, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મથામણ

ETV Bharat / videos

Jamnagar News : જામનગરમાં સેવા દળની લીડરશીપ ટ્રેનિંગ, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની મથામણ - સેવા દળ

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 8:58 PM IST

જામનગર : લોકસભા ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જામનગરમાં કોંગ્રેસ એક્ટિવ બની છે. જામનગરમાં સરૂ સકેશન રોડ પર હાલાર રાજપૂત સમાજની વાડીએ સેવા દળની લીડરશીપ ટ્રેનિંગ યોજાઈ હતી. સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ કાર્યકરોને લીડરશીપ ટ્રેનિંગ આપી હતી. ભગવાન ગણેશની લીડરશીપ પર આપવામાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ મહિલા કોર્પોરેટર જેનબ ખફીએ ભગવાન ગણપતિનું અદભૂત લાઈવ ચિત્ર બનાવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં જામનગર તેમજ દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ સારો દેખાવ કરે તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે. કોંગ્રેસ શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. એક બાજુ જામનગર શહેરમાં ભાજપે પણ લોકસભાની ચૂંટણી પહેલા મતદાતા અભિયાન શરૂ કર્યું છે તો કોંગ્રેસ હજુ લીડરશીપના પાઠ કાર્યકરોને ભણાવી રહી છે. કાર્યક્રમમાં કોંગ્રેસ મનપા વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જિલ્લા પ્રમુખ અને કોર્પોરેટર તથા અન્ય નેતાગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

  1. જામનગરમાં કોંગ્રેસે સસોઈ ડેમમાંથી આવતું પાણી અટકાવ્યું
  2. જામનગરના પૂર્વ વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફીએ કરી etv ભારત સાથે ખાસ વાતચીત
  3. કોંગ્રેસ દ્વારા "બેરોજગાર અઠવાડીયું" નામના કાર્યક્રમની શરૂઆત કરાઇ

ABOUT THE AUTHOR

...view details