Jamnagar: ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ, જામનગરમાં ઓવર બ્રિજની કામગીરી શરૂ - ટ્રાફિક સમસ્યા મુક્તિ
Published : Jan 3, 2024, 5:06 PM IST
જામનગર: લાલપુર બાયપાસ ચોકડી પર મહાકાય રિફાઇનરીઓમાં જતી મોટી ટ્રકોના કારણે અવારનવાર અહીં અકસ્માતોની ઘટનાઓ બને છે તેમજ સતત ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. જોકે હવે જામનગરવાસીઓને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવા અંગેનો ઠરાવ પસાર થયા બાદ અહીં 87 કરોડના ખર્ચે 6 લેન બ્રિજના કામની શરૂઆત કરાઈ છે. લાલપુર બાયપાસ ચોકડીએથી મોટી સંખ્યામાં ભારે વાહન પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતના બનાવો પણ બનતા હતા. સવાર સાંજ અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા. ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે. હાલ ઓવર બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકો જણાવી રહ્યા છે કે બ્રિજ બની જતાં ટ્રાફિક સમસ્યા હળવી થશે અને લોકોનો સમય બચી જશે.