ગુજરાત

gujarat

ETV Bharat / videos

અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપ્યું અને પુત્રીનું પણ ગળુ દાબી દીધું - Jamnagar dead body found in acacia bushes

By

Published : Jan 7, 2023, 2:11 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

jamnagar double murder: જામનગરમાં ઠેબા ચોકડી પાસે હાઇવે 10 હોટલના પાછળના ભાગે ડબલ મર્ડરની ઘટના થતા સનસની મચી ગઇ હતી. મૂળ પીઠળ ગામના રહીશ અને જામનગરમાં મજુરી કામ કરતા તારીફભાઈ સબાનાએ પત્ની સમુંબહેન સબાના અને પુત્રી રુબીના સબાનાની ઘાતકી હત્યા (Jamnagar Husband Kill Wife Daughter ) કરી હતી. તારીફભાઈ સબાના ભેંસના તબેલામાં મજુરી કામ કરતો હતો અને બે વર્ષ પહેલા જ સમુંબહેન સાથે લગ્ન કર્યા હતા.. આરોપીએ ગળાના ભાગે ચાર ઇચનો તિષણ હથિયારના ઘા મારેલ છે જેના કારણે પત્નીનું મોત નીપજ્યું છે તો પુત્રીનું પણ ગળું દબાવી મર્ડર કર્યું છે. પતિએ પત્નીને હાઇવે 10 હોટલ પાછળ બાવળની ઝાડીઓમાં (Jamnagar dead body found in acacia bushes) બોલાવી હતી અને બાદમાં તિષ્ણ હથિયાર વડે મહિલાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાથી નહી અટકતા મહિલાના પેટના ભાગે પણ છરીના ઘા ઝીકયાના નિશાન જોવા મળ્યા છે. એક અજાણી વ્યક્તિએ મર્ડર જોઈને પોલીસને ફોન કર્યો હતો. બી ડિવિઝન પોલીસના પીએસઆઇ મોરી ટીમ સાથે પહોંચ્યા હતા અને આરોપીને દબોચી લેવા ચક્રોગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. આરોપીએ પત્નીનું મર્ડર કરવા પાછળ કારણ કાંઈક એવું બતાવ્યુ છે કે, સમુંબહેન 10, 15 દિવસે બીજાના ઘરમાં બેસવા જવાનું કહેતી હતી અને જે તે અજાણ્યા પુરુષો સાથે પ્રેમ સબંધ બાંધતી હતી. જેના કારણે પતિએ માતા પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. jamnagar crime news
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details