ગુજરાત

gujarat

Jamnagar Crime : જામનગર જિલ્લામાં ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો, પત્ની હોવાનો ઇન્કાર કરતા કાયદા મુજબ પોલીસ ફરિયાદ નોંધાવાઇ

ETV Bharat / videos

Jamnagar Crime : જામનગર જિલ્લામાં ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો, પત્ની હોવાનો ઇન્કાર કરતા કાયદા મુજબ પોલીસ ફરિયાદ નોંધાવાઇ - પત્ની હોવાનો ઇન્કાર

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 7:40 PM IST

જામનગર : જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ત્રિપલ તલાક અંગેનો પ્રથમ ગુનો દાખલ થયો છે. મેમણ જ્ઞાતિની એક પરણિતાને તેણીના જૂનાગઢ ખાતે રહેતા પતિએ લેખિતમાં ત્રણ વખત તલાક આપી દીધા હતાં. ત્રિપલ તલાકની આ ઘટના પછી ભોગ બનનારી મહિલા દ્વારા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્ન હકોના રક્ષણ) બાબત અધિનિયમની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે. જામનગર જિલ્લામાં આ પ્રકારે ત્રિપલ તલાકનો પ્રથમ કિસ્સો નોંધાતા ધ્રોલ પંથકમાં ચકચાર જાગી છે.

કાયદા મુજબ ફરિયાદ નોંધાવી:જામનગરના ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતી હીનાબેન યુસુફભાઈ પોપટપૌત્રા નામની 26 વર્ષની યુવતીએ પોતાના પતિ જૂનાગઢમાં જાલપા રોડ ખાતે રહેતા કુદુસભાઈ મામદભાઈ ખાણીયા સામે મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હક્કોના રક્ષણ) બાબત અધિનિયમ 2019ની કલમ 3 મુજબની ફરિયાદ નોંધાવી છે.

પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતાં અને ઝઘડાઓ થતા પતિ મુંબઈ ખરીદી કરવા જઈ રહ્યો છે તેમ જણાવી પત્ની હિનાબેનને પોતાના પિતાના ઘરે છોડીને ચાલ્યો ગયો હતો. જો કે ત્યારબાદ પત્નીએ કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ કર્યો હતો અને ત્રણ વખત ત્રિપલ તલાકની નોટિસ પત્નીને પાઠવી હતી જે અનુસંધાને ધ્રોલ પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે... જે. બી. જાડેજા (ડીવાયએસપી)

લેખિતમાં ત્રણ તલાકની ઘોષણા : ફરિયાદી હિનાબેન યુસુફભાઈ પોપટપૌત્રાએ તેમના પતિ આરોપી કુદુસભાઈ મામદભાઈ ખાણીયાએ લેખિતમાં ત્રણ તલાકની ઘોષણા કરીને પોતાની પત્ની હોવાથી ઇનકાર કર્યો હોવાથી તેની સામે આ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.જે. જાડેજા વધુ તપાસ ચલાવે છે.

ત્રિપલ તલાક પ્રથમ કિસ્સો:  વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગર જિલ્લામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ અધિનિયમ આવ્યા બાદ સંભવત જામનગરમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો હોવાનું જાણવા મળ્યું છે, ઉપરોકત ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  1. તલાકનું કારણ બસ એટલું જ..."તુ જાડી થઈ ગઈ છે"
  2. લ્યો બોલો ! દહેજ માટે લિફ્ટમાં જ આપી દીધા છૂટાછેડા...

ABOUT THE AUTHOR

...view details