Jamnagar Cirme : જામનગરમાં વામ્બે આવાસ પાસેથી પુરુષનો મૃતદેહ મળ્યો, ઓળખ ન મળતાં રહસ્ય ઘેરાયું - પુરુષનો મૃતદેહ મળ્યો
Published : Oct 5, 2023, 9:12 PM IST
જામનગર : જામનગરમાં મયૂરનગર પાસે આવેલા વામ્બે આવાસની નજીક એક વન્ડાની પાસેથી 35 વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ મૃતદેહનો પોલીસે કબજો મેળવ્યો છે અને મૃતદેહનું પીએમ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે પોલીસ માટે મૃતકની ઓળખ પડકાર બની રહી છે કે આ પુરુષ કોણ છે અને તેનું મૃત્યુ કેવી રીતે થયું. ઘટનાની જાણ થતા સિટી સી ડિવિઝનના પીઆઇ એઆઈ ચૌધરી તેમજ અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક ઘટનાને પહોંચ્યા હતા અને લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર સીટી સી ડિવિઝનના એ આઇ ચૌધરીએ જણાવ્યું કે હાલ પોલીસે આ મૃતદેહનો કબજો મેળવ્યો છે અને જામનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અહીં પીએમની કામગીરી કરવામાં આવી રહી છે. બાદમાં પીએમ રિપોર્ટ આવ્યા પછી વધુ વિગતો બહાર આવશે.