Jalyatra Celebration in Dwarka : દ્વારકામાં ઢોલ નગારા સાથે શ્રીજીને કર્યા સોળે શણગાર - દેવભૂમિ દ્વારકા જલયાત્રાની ઉજવણી
દેવભૂમિ-દ્વારકા : દ્વારકામાં ગઈકાલે જલયાત્રાની ધામધૂમ પૂર્વક ઉજવણી (Jalyatra Celebration in Dwarka) કરવામાં આવી હતી. વર્ષમાં ફક્ત 2 વખત શ્રીજી ને ખુલા પડદે સ્નાન કરવામાં આવે છે તેમનો એક દિવસ ગઈકાલનો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શન કરવા પધાર્યા હતા. જલયાત્રાની પૂર્વ સંધ્યાએ જલયાત્રાની તૌયારી રૂપે પુજારી પરીવાર દ્વારા જગતમંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લઈ ભદ્રકાળી મંદિર પરિસરમાં આવેલા હતા. તેમજ અધોરી કુંડમાંથી જલ ભરવા ગયેલા હતા અને તે જળ માટીના કુંડમાં પવિત્ર દ્રવ્યો સાથે રાખવામાં આવેલુ હતું. પુજારી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત પૂર્ણિમા સવારે મંગલા આરતી બાદ કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે આંબાથી અભિષેક સ્નાન (jalyatra Celebration 2022) કરાવવામાં આવ્યું હતું. સાંજે નિજ મંદિર ગર્ભગૃહ પાસે પાવન જળથી પુજારી પરિવારના પુરુષો દ્વારા શાસ્ત્રો વિધીથી સાથે પવિત્ર જલથી કુંડ (હોજ) ભરવામાં આવ્યો હતો. શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને જૂઈ ચમેલી મોગરા સહિતના ફુલ શણગાર કરી નાવમાં બેસાડવામાં આવ્યા હતા. બાદમાં શ્રીજીને સાંજે ઉત્થાપન બાદ જળયાત્રા મનોરથ રાખવામાં ભક્તો લાગી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST