ગુજરાત

gujarat

ETV Bharat / videos

'કદ'ને બનાદી જોડી, વર અને કન્યાની ઊંચાઈ જાણીને માન્યમાં નહીં આવે છતાં શરૂ થયો સુખી સંસાર - Working in Gold Bank

By

Published : May 28, 2022, 10:59 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ઘણી વખત સમાજમાં એવું બનતું હોય છે કે, સૌ કોઈને ચિંતા થાય કે, સંસાર શરૂ થશે કે નહીં, સંસાર માંડવા ક્યારેક કોઈને ઊંચાઈ નડે છે તો કોઈને જાડાઈ. પણ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી (Unique Marriage in Maharashtra) એક કિસ્સો સામે આવ્યો કે, સૌ કોઈ ચોંકી ગયા. સંદીપ સંજય સપકાળે શનિપેઠાના ચૌગુલે પ્લોટ વિસ્તારમાં ભણેલો છે અને તે શહેરની એક નામાંકિત ગોલ્ડ બેંકમાં (Working in Gold Bank) કામ કરે છે. ઉંમર લાયક હોવા છતાં કદને કારણે જીવનસાથી મળતી ન હતી. આ લગ્નની ચર્ચા થવાનું કારણ વર-કન્યાની ઊંચાઈ છે. 36 ઈંચ ઉંચા સંદીપને લાઈફ પાર્ટનર તરીકે 31 ઈંચની ઉજ્જવલા મળી છે. સામાન્ય ઊંચાઈ ધરાવતા લોકોને પણ યોગ્ય છોકરી કે છોકરો શોધવામાં મુશ્કેલી પડે છે. ટૂંકા વર કે કન્યા માટે તેમની ઊંચાઈને અનુરૂપ સાથી શોધવાનું વધુ મુશ્કેલ છે; પરંતુ સંદીપ અને ઉજ્જવલા બંને એકબીજા માટે (Perfect Match For Each other) યોગ્ય છે. પર્ફેક્ટ છે. સંદીપની માતાએ કહ્યું કે, સંદીપની ઊંચાઈ ઓછી હોવાને કારણે કન્યા શોધવામાં મુશ્કેલી પડતી હતી. પણ ધૂળેથી કન્યાનું સગપણ આવતા સંદીપ અને ઉજ્જવલા એકબીજા માટે પર્ફેક્ટ બન્યા. સંદીપ એના માતા પિતાનું એક માત્ર સંતાન છે. જ્યારે ઉજ્જવલાને ત્રણ બહેન અને એક ભાઈ છે. આ પરથી કહી શકાય કે, જોડીઓ તો ઉપરથી લખાઈને જ આવી હોય છે. ત્રણ વર્ષ સુધી લગ્નને લઈને અલ્પવિરામ રહ્યા બાદ આખરે સંદીપે ઉજ્જવલા સાથે ફેરા ફરવાની ઈચ્છા વ્યક્ત કરી. જે યુવતીના પિતાને કહી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details