Jagannath Rathyatra 2022 : રથયાત્રામાં કોઈ વ્યક્તિ ગુમ થાય તો તેની વ્યવસ્થા કરવામાં આવી છે : મેયર - AMC operation on Rathyatra
અમદાવાદ : ભગવાન જગન્નાથ 145 રથયાત્રા મુદ્દે અમદાવાદ શહેરના (Jagannath Rathyatra 2022) મેયરે શુભેચ્છા પાઠવી અને રથયાત્રા શાંતિ પૂર્ણ થાય તેવી અપીલ કરી હતી. કિરીટ પરમારે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. સ્વચ્છ અભિયાન (AMC operation on Rathyatra) અંતર્ગત કોર્પોરેશન દ્વારા રથયાત્રા જે રૂટ પરથી પસાર થઈ રહી છે. તે રૂટ સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઈ બાળક ગુમ થાય તો તેના પરિવારને મળી રહે તેવી વિવિધ પ્રકારની સુવિધા કરવામાં આવી છે. તેમજ આરોગ્યને લઈને તકેદારી રાખવામાં આવી છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રથયાત્રા નીકળી રહી છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST