Jagannath Rath yatra 2022: ભાવનગરમાં જગન્નાથની પહિંદ વિધિ સોનાની સાવરણીથી થઈ - Rathyatra in Bhavnagar 2022
ભાવનગરઃ શહેરમાં સવારમાં ભગવાન નગરચર્યાંએ નીકળ્યા(Jagannath Rath yatra 2022) છે અને લોકો દર્શન કરી રહ્યા છે. ભરતનગરથી નીકળી આ રથયાત્રા સીધુનગર(Rathyatra in Bhavnagar 2022 ) થઈ વઘાવાડી પહોંચી છે.ભાવનગર શહેરમાં આજે 37મી રથયાત્રાનો પ્રારંભ સવારમાં મહારાજા વિજયરાજસિંહજીના હસ્તે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરવામાં આવી હતી. સવારે 8:30 કલાકે શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી હતી અને લોકોએ ઉત્સાહભેર ભગવાનના દર્શન કર્યા હતા. ઠેક ઠેકાણે લોકોને શરબત (Jagannath Rathyatra)પાણી પણ આપવાની વ્યવસ્થાઓ અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી છે તો અલગ પ્લોટ દ્વારા પણ કેટલીક કૃતિઓ રથયાત્રામાં જોવા મળતી હતી ભાવનગરની આ રથયાત્રા હાલમાં સિંધુનગરમાંથી પસાર થઈને નીલમબાગ તરફ પ્રયાણ કરી રહી છે. ડ્રોનના અદભુત દ્રશ્યોમાં રથયાત્રાનો નજારો અલગ જ જોવા મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST