ગુજરાત

gujarat

ETV Bharat / videos

મીઠાપુર ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરાઇ - મીઠાપુર આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી

By

Published : Aug 31, 2022, 12:54 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

દેવભૂમિ દ્વારકા વિશ્વભરમાં 30 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતે આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ 2022ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન અંતર્ગત સાથે જોડાયેલા પ્રકૃતિ પ્રેમીઓ અને વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ વહાલી વ્હેલ શાર્કના કાયદાકીય રક્ષણ તેમજ તેને બચાવવા વિષયક સંદેશ આપ્યો હતો. તો સાથે સાથે લોકોમાં જન જાગૃતિ પ્રસરે તે હેતુથી આ આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ 2022 કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિશ્વની સૌથી મોટી અને દુર્લભ પ્રજાતિની માછલી તેમજ ગુજરાત રાજ્યનું દરિયાઈ વન્યપ્રાણી ગૌરવ એવી વ્હેલ શાર્કના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્યના વન વિભાગ અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ગુજરાતના સાગરખેડુ સમાજના સહકાર વડે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા બે દાયકાથી વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટ કાર્યરત છે. ત્યારે બહોળી સંખ્યામાં માછીમારો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ અધિકારીઓની હાજરીમાં આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. International Whale Shark Day in Dwarka, Whale shark conservation campaign, International Whale Shark Day 2022, Celebrating Whale Shark Day in Mithapur,Shark Day in Dwarka celebration 2022.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details