ભારતીય કોસ્ટ ગાર્ડને મળી ડિસ્ટ્રેસ એલર્ટથી થયું રેસ્ક્યું ઓપરેશન, બચાવાયા આટલા ક્રૂ મેમ્બરો
પોરબંદરથી UAE જતી શિપમાંથી ભારતીય કૉસ્ટ ગાર્ડ દ્વારા ગઈ કાલે મધદરિયે 22 ક્રૂ મેમ્બરોને(Crew Members Rescued) બચાવવામાં આવ્યા હતા. જે ક્રૂ મેમ્બરો સવારે 07.30 કલાકે પોરબંદર પહોંચ્યા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડે(Indian Coast Guard) બુધવારે ગુજરાતના પોરબંદર કિનારે અરબી સમુદ્રમા ખરાબ વાતાવરણના કારણે MT ગ્લોબલ કિંગ શિપ તરફથી ડિસ્ટ્રેસ એલર્ટ(Distress Alert for Rescue Operation) પ્રાપ્ત થયા બાદ આ બચાવની કામગીરી હાથ ધરી હતી. કોસ્ટગાર્ડ દ્વારા 2 ALH હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યું ઓપરેશન(Rescue Operation By ALH Helicopter ) હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા હતા. હાલ તમામ ક્રૂ મેમ્બરોની સુરક્ષા એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST