ગુજરાત

gujarat

Independence Day 2023

ETV Bharat / videos

Independence Day 2023 : જામનગર જિલ્લા જેલમાં બલુચિસ્તાનના કેદીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા - Patriotic songs

By

Published : Aug 15, 2023, 4:37 PM IST

જામનગર :77 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે જિલ્લા જેલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં જેલમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જોકે આ બધા વચ્ચે બલુચિસ્તાનના 2 કેદીઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અચંબીત કરી દીધા હતા.

બલુચિસ્તાની કેદીનો દેશપ્રેમ :જામનગર જિલ્લા જેલમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન બલુચિસ્તાનના 2 કેદીઓએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. બલુચિસ્તાનના કેદીઓએ દેશભક્તિનું ગીત રજૂ કરતા જેલમાં અનોખો દેશ ભક્તિનો માહોલ જોવા સર્જાયો હતો. ઉલ્લેખનિય છે કે, જામનગર જિલ્લા જેલમાં છેલ્લા ઘણા સમયથી બલુચિસ્તાનના બે કેદીઓ સજા કાપી રહ્યા છે. આજ રોજ સમગ્ર દેશમાં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે દર વર્ષે 15 મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન તેમજ અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

સ્વાતંત્ર પર્વની ઉજવણી : જોકે, આ વર્ષે જિલ્લા જેલ ખાતે યોજવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમમાં કંઈક અલગ માહોલ જોવા મળ્યો હતો. જામનગર જિલ્લા જેલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બલુચિસ્તાનના બે કેદીઓએ દેશભક્તિના ગીતો રજૂ કરી વાતાવરણમાં દેશ પ્રેમ જગાવી દીધો હતો. આ પ્રસંગે જિલ્લા જેલનો તમામ સ્ટાફ તેમજ જેલર ઉપસ્થિત રહ્યા હતા. અન્ય કેદીઓ પણ બલુચિસ્તાનના કેદીઓના સૂરમાં સૂર પુરાવતા જોવા મળ્યા હતા.

બલુચિસ્તાન પ્રાંત : નોંધનીય છે કે, બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવેલો એક પ્રાંત છે. આ લોકો પહેલેથી બલુચિસ્તાનને અલગ દેશ તરીકે માંગણી કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીં આંદોલન તેમજ વિરોધ પ્રદર્શન અને ચીની નાગરિકો પર હુમલાની ઘટનાઓ પણ બનતી જોવા મળી રહી છે. જોકે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બલુચિસ્તાનના નાગરિકો પર પાકિસ્તાની આર્મી દ્વારા કરવામાં આવતી યાતનાઓ વિશે અવાજ ઉઠાવ્યો હતો.

  1. Independence Day 2023: વલસાડમાં નવી 7 સીટી બસનું લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
  2. Independence Day 2023: PM મોદીએ દેશવાસીઓને ત્રણ ગેરંટી આપી, વિશ્વકર્મા યોજનાની કરી જાહેરાત

ABOUT THE AUTHOR

...view details