ગુજરાત

gujarat

અમદાવાદ પોલીસ દ્વારા શહેર પોલીસના 10 શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, મારી માટી મારો દેશ અંતર્ગત વિશેષ ઉપક્રમ

ETV Bharat / videos

Independence Day 2023 : અમદાવાદ પોલીસ દ્વારા શહેર પોલીસના 10 શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ, મારી માટી મારો દેશ અંતર્ગત વિશેષ ઉપક્રમ - વિશેષ ઉપક્રમ

By

Published : Aug 14, 2023, 6:57 PM IST

અમદાવાદ : સમગ્ર દેશમાં હાલ સ્વાતંત્ર્ય પર્વ 2023 અને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશ કાર્યક્રમ અને તિરંગા યાત્રા યોજાઇ રહી છે. તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા મારી માટી, મારો દેશ કાર્યક્રમ અંતર્ગત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં શહેરના પોલીસ કમિશનર જી એસ મલિક સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

શહીદોને શ્રદ્ધાંજલિ  : આ પ્રસંગે ઉપસ્થિત તમામ પોલીસ અધિકારી અને કર્મચારીએ પોતાના હાથમાં દેશની માટી લઈને શપથ લીધા હતા. તેમજ અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા 10 શહીદોને શ્રદ્ધાંજલિ મળે તે માટે ખાસ શિલાન્યાસ કાર્યક્રમ પણ યોજાયો હતો.

હાલ મારી માટી મારો દેશ, કાર્યક્રમ દેશભરમાં યોજાઈ રહ્યો છે તેવામાં અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા 10 શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના આવી છે. અને દેશની માટી હાથમાં લઈને પ્રતિજ્ઞા લેવામાં આવી છે...જી.એસ. મલિક( અમદાવાદ શહેર પોલીસ કમિશનર) 

મારી માટી, મારો દેશ સૂત્ર સાથે આયોજનો : મહત્વનું છે કે હાલ આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, તેવામાં અનેક જગ્યાઓ પર મારી માટી, મારો દેશ સૂત્ર સાથે અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ આ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, તેવામાં શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના તમામ DCP, ACP અને પીઆઈ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

  1. Har Ghar Tiranga: હર ઘર તિરંગા અભિયાન, તિરંગો ફરકાવતા પહેલા આ બાબતો જાણી લેજો
  2. Tarsadi Tiranga Rally : તરસાડી નગરપાલિકા દ્વારા ધામધૂમથી યોજાઇ તિરંગા રેલી, ગણપત વસાવાએ ખુલ્લું મૂક્યું તિરંગા સર્કલ
  3. Surat News: સુરત મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા યાત્રાનું  કરાયું આયોજન

ABOUT THE AUTHOR

...view details