ગુજરાત

gujarat

Indefinite Strike of Talatis : વડોદરામાં તલાટીઓ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર, આવી છે માગણી

By

Published : Aug 2, 2022, 7:20 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

વડોદરામાં પડતર પ્રશ્નો ઉકેલવાની માગણી સાથે તલાટી કમ મંત્રી મહામંડળ (Talati Cum Mantri Mahamandal) દ્વારા આજથી અચોક્કસ મુદતની હડતાળ (Indefinite Strike of Talatis) પાડવામાં આવી છે, જેને લઈને વડોદરા તાલુકા પંચાયતની ઓફીસ (Office of Vadodara Taluka Panchayat) સુમસામ નજરે પડતી હતી. રાજ્યવ્યાપી હડતાલને પગલે 8,500 જેટલા રાજ્યના તલાટી કમ મંત્રીઓ કામથી આજે દૂર રહ્યા છે. જેના પરિણામે રાજ્યના 18,700 ગામોનો વહીવટ ખોરવાશે. તલાટીઓની મુખ્ય માંગ છે કે વર્ષ 2004થી 2006 સુધીની ભરતીના તલાટી મંત્રીઓની પાંચ વર્ષની ફિક્સ નોકરી સળંગ ગણવા, ઉપરાંત મળવા પાત્ર પ્રથમ દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા અને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લેવા સારૂં પરીક્ષા રદ કરવા, પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની કામગીરી તલાટી મંત્રીને ન સોંપવાની અને જો સોંપવામાં આવે તો વધારો આપવામાં આવે તેવી માગ (Demands of Talatis) કરાઇ છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

...view details