નવસારી શહેરમાં દિવસે ચોરીનો ચમકારો - winter in gujarat 2023
ઠંડીનું આગમન કોઈપણ(winter in gujarat 2023) શહેરમાં થતું હોય છે ત્યારે ઠંડીના આગમન સાથે ચોરો પણ સક્રિય બનતા હોય છે. અને ઠંડીની મોસમમાં રાત્રી દરમિયાન વધુમાં વધુ ચોર ઠંડીનો લાભ લઈ ચોરીને અંજામ આપતા હોય છે. પરંતુ નવસારી શહેરમાં (theft took place in Navsari) ચોરોએ પોતાની પ્રથા બદલી ભર દિવસે ચોરીને અંજામ આપી પોલીસને પોતાનો ચમકારો આપ્યો હોય તેમ શહેરની મધ્યમાં આવેલ અને સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તાર એવા લુન્સીકુઈ પાસે આવેલા પુષ્પક એપાર્ટમેન્ટમાં (Burglary at Pushpak Apartment in Navsari) ગઈકાલે દિવસના અજવાળામાં ચોરીને અંજામ આપ્યો લુણસીકુલ વિસ્તારમાં આવેલા પુષ્પક એપાર્ટમેન્ટમાં બીજે માળે મકાન નંબર 202 માં રહેતા દિલીપ દેસાઈ મૂળ એનઆરઆઇ છે. અને ડિસેમ્બરની રજાઓ માણવા માટે તેઓ નવસારી(Theft incident in Gujarat) ખાતે આવ્યા હતા. ગઈકાલે દિલીપ દેસાઈનો પરિવાર ખરીદી કરવા માટે ચીખલી તરફ રવાના થયો હતો. પરિવાર જ્યારે ખરીદીમાં મસ્ત આ તકનો લાભ લઈ ચોર ટોળકી તેઓના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી પરિવારના અંદાજ મુજબ ઘરમાં મુકેલા કીમતી સોના ચાંદીના ઘરેણા અને રોકડા એક લાખ સહિત ત્રણ લાખની ચોરીને અંજામ આપી રફુ ચક્કર થઈ ગયા હતા. સાથે તેઓ એન આર આઈ પરિવારનો અમેરિકન પાસપોર્ટ પણ સાથે લઈ ગયા હતા. સમગ્ર છોડીની જાણ નવસારી ટાઉન પોલીસને(Theft in Navsari ) કરી દેવામાં આવી છે. પણ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી. પણ પોલીસ આ મામલે જીણવત ભરી તપાસ કરીને fri કરી શકે છે. વાત કરવામાં આવે તો આ વિસ્તાર શહેરનો મધ્ય અને પોસ્ટ વિસ્તાર હોય અને સતત લોકોની અવર-જવર આ વિસ્તારમાં રહેતી હોય છે. ત્યારે આ ચોર ટોળકી કોઈપણ જાતની રોકટોક વગર કે ડર વગર આવા પોસ્ટ વિસ્તારમાંથી આવી ચોરીને ઠંડે કલેજન અંજામ આપી ત્યાંથી પલાયન પણ થઈ જતાં સમગ્ર ઘટના ચર્ચાનો વિષય બની છે. ત્યારે પોલીસ પોતાનું ટેકનિકલ સર્વે લાન્સ અને બાદમીદારોનું નેટવર્ક(Burglary at Pushpak Apartment in Navsari) કામે લગાડી ચોરોને જલ્દી ઝડપી પાડે એવી સમયની માંગ કરવામાં આવી.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST