ગુજરાત

gujarat

સુરતમાં ઇસમે સિંગાપોર વિસ્તારમાં એક જ રાતમાં બે કારને આગ ચાંપી દીધી

By

Published : Dec 22, 2022, 8:05 PM IST

Published : Dec 22, 2022, 8:05 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

સુરતના સિંગણપોર વિસ્તારમાં એક જ રાતે બે ફોરવ્હીલ (Surat ISAM torched two cars in Singapore area) કારને જવલંતશીલ સુરતના ઇસમોએ સિંગાપોર વિસ્તારમાં બે કારને આગ ચાંપી હતી. પદાર્થ નાખી સળગાવી દેવામાં આવી હતી. બંને ઘટનામાં કાર સળગાવી દેવાના કારણે 6.01 લાખનું નુકશાન પણ થયું હતું. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. પોલીસ તપાસમાં એક શંકાસ્પદ ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. રત્નકલાકાર તરીકે નોકરી કરનાર અને સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલા પ્લેટિનમ હાઈટ્સમાં રહેતા હેનીલ લીંબાણી તારીખ 8 ડીસેમ્બર 2022 ના રોજ કાર મેળામાંથી 3.51 લાખ રૂપિયાની ફોરવ્હીલ કારની ખરીદી કરી હતી. દસ દિવસ બાદ એટલે તારીખ 18 ડીસેમ્બર 2022 ના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે તેઓએ પોતાની કાર હ્યુન્ડાઈ શો રૂમ પાણીની ટાંકી પાસે પાર્ક કરી ઘરે ગયા હતા. બીજા દિવસે સવારના સાતેક વાગ્યાના અરસામાં તેઓએ ગાડી જોતા કાર સળગેલી હાલતમાં હતી. ડભોલી બ્રીજ અનમોલ સોડા અને મારવેલ રોડ વચ્ચે જાહેરમાં પાર્ક કરેલી રમેશ ધર્મેન્દ્ર ઢોલાની ગાડીને પણ અર્ધી સળગાવી દેવામાં આવી હતી. તેઓની કાર સળગાવતા આશરે અઢી લાખ રૂપિયા જેટલું નુકશાન થયું હતું. કોઈ અજાણ્યા ઇસમેં તેઓની ગાડીમાં સ્ફોટક પદાર્થ નાખી સળગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે તેઓએ સિંગણપોર પોલીસ મથકમાં(Police Singanpore Police Station) ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. વધુમાં કારમાં સ્ફોટક પદાર્થ નાખી સળગાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ (CCTV footage) તપાસતા એક ઇસમ શકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે સમગ્ર મામલે એફએસએલની મદદ લીધી છે. સાથે અજાણ્યા ઈસમ વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી દીધી છે.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details