Gyan Vatsalswami Speech: પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો થઈ જાઓ તૈયાર, આ તારીખે ઉજવાશે જન્મ શતાબ્દી મહોત્સવ
સાબરકાંઠા : હિંમતનગર ખાતે વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) ઉપક્રમે BAPS સંસ્થાના સંત જ્ઞાન વત્સલ સ્વામીનું "પારિવારિક મૂલ્યો" શીર્ષક હેઠળ વક્તવ્ય યોજાયું હતું. જ્ઞાનવત્સલ સ્વામીએ "પારિવારિક મૂલ્યો"માં (Parivarik Mulyo) બાળસંસ્કાર, વ્યસનમુક્તિ, સોશિયલ મીડિયા વિવેક તેમજ પ્રમુખસ્વામી મહારાજના હૃદય અમૃત સમાન "ઘરસભા" ની વાત સમજાવી હતી. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ દિપસિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લાના કલેકટર હિતેશ કોયા, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા તથા સમગ્ર જિલ્લામાંથી રાજકીય- સામાજિક આગેવાનો, ડોક્ટરો વકીલો, ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ વગેરે મહાનુભાવો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જે અમદાવાદ ખાતે 15મી ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 સુધી ઉજવનારા છે તેમાં પધારવા સૌને (Gyanvatsal Swami Speech) આમંત્રણ પાઠવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST