ગુજરાત

gujarat

ETV Bharat / videos

વિજયનગર જૈન મંદિર અને ઈડર સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો - રાજસ્થાન પોલીસ

By

Published : Dec 31, 2022, 2:44 PM IST

Updated : Feb 3, 2023, 8:37 PM IST

સાબરકાંઠા જિલ્લામાં પોલીસને (Sabarkantha Police) હાથ તાળી આપતા તસ્કરો બેફામ થયા છે. જીલ્લામાં ઘરફોડ ચોરી હોય, બાઈક ચોરી હોય કે પછી મંદિર ચોરી હોય પરંતુ તસ્કરોએ પોલીસ ના નાકે દમ લાવી દિધો છે. એક સાંધે ને તેર તુટે તેવી પરિસ્થિતિ હાલ તો પોલીસની થઈ છે. પોલીસે વિજયનગર જૈન મંદિર (Vijayanagar Jain temple by police) સહિતના વિવિધ સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપ્યા છે. વિજયનગર ખાતે જૈનમદિરમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં વિજયનગર જૈન મંદિર સહિત ઈડર સ્વામીનારાયણ મંદિર અને ઈડર તેમજ રાજસ્થાન બાઈક ચોરીના ગુન્હાઓને ભેદ ઉકેલવા આવ્યો છે. જેમાં 1,29,980 નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. વિજયનગર પોલીસ અને જીલ્લા એલસીબીએ બાતમીના આધારે વોચમાં હતા. તે દરમિયાન રાજસ્થાનના ઉદેપુરજીલ્લાના ગોગુંદા બજારમાં વોચ ગોઠવી હતી. પરંતુ પોલીસની નજર ચુંક થવાનાં કારણે આરોપી ભાગી ગયો હતો. જે ગોગુંદા પાસેના શેરડીના ખેતરમાં આવેલ ઝાડ પર ચડી ગયેલ જે વિસ્તાર ને રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાત પોલીસ કોર્ડન કરી મહા મહેનતે આરોપીને ઝડપ્યો હતો. જેમાં સુરેશ ગામેંતી ઉમરવર્ષ 22 ગામે નાલ ઢાકલા માતા ફળી તા ગોગુન્દા ઉદેપુર જેને ઈડર સાપાવાડા પાસેથી અને સદાતપુરા સ્વામિનારાયણ મંદિરમાંથી(Sadatpura Swaminarayan Temple) અને આ ઉપરાંત વિજયનગરના જૈન મંદિર ખાતે(Jain temple of Vijayanagara) ચોરી કર્યાનું કબુલાત કરી છે. જે આરોપીને પોલીસે અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરતા અન્ય 3 આરોપીઓના નામ સામે આવ્યા છે. જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો આરોપીએ આ તમામ ગુન્હાઓમાં ચોરી કર્યાનું કબુલ્યુ છે. તો આ ઉપરાંત અન્ય 10 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલા છે.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details