ગુજરાત

gujarat

ETV Bharat / videos

દશેરાએ જો ઘોડો ના દોડે તો શું કામનો, અશ્વદોડમાં માનવ મહેરામણ - ભાલક ગામમાં અશ્વદોડ સ્પર્ધા

By

Published : Oct 6, 2022, 11:32 AM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

મહેસાણા વિજયાદશમીના પર્વ પર ક્યાંક સસ્ત્ર પૂજન તો ક્યાંક રાવણ દહન સહિત ફાફડા જલેબી માણીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મુગલકાળથી ચાલી આવતી અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગરના ભાલક ગામે અડીખમ (horse race in Bhalak village) જોવા મળી રહી છે. ભાલક ગામે યોજાયેલી સ્પર્ધામાં 200 જેટલા અશ્વસવારો જોડાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધતામાં એકતા સાથે હિંદુ, મુશ્લીમ સહિતના સ્પર્ધકો જોડાય છે. કાઠીયાવાડી, રાજસ્થાની અને સંધ્યા આ ત્રણે પ્રકારની ઘોડીઓ જોવા (Horse racing competition in Bhalak village) મળતી હોય છે. આ સ્પર્ધામાં લીલી જંડી મળતાની સાથે જાણે કે અશ્વ બુલેટની ગોળીની જેમ છૂટે છે. જેની સાથે ઘોડેસવારની કરતબ અને ઘોડાની કરામત રંગ સામે આવે છે. હાલ ઉત્તર ગુજરાત સહિત ગાંધીનગર અને અમદાવાદ જિલ્લના ઘોડે સવારો પણ અહીં સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકને ક્રમશ રીતે સન્માનિત કરાયા છે. જ્યારે કેટલાક પાણીદાર અશ્વોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું (horse race in Mehsana)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details