વિસરાઈ ગયેલી સ્પર્ધાનું ફરી આયોજન, લવાછા ગામે અશ્વદોડ યોજાઈ - horse race Lavachha village
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લવાછા ગામે અશ્વદોડની (Surat horse race Lavachha village) હરીફાઈ યોજાઈ હતી. જેમાં વિવિધ રાજ્યોના અશ્વોના માલિકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં યુપીના મલંગ નામના અશ્વએ મેદાન(horse race held at Lavachha village) માર્યું હતું. આજથી વર્ષો પહેલા રાજા રજવાડાના સમયમાં નિયમિત અશ્વ સ્પર્ધા થતી હતી, આ જ ના સમયમાં આ રમત ધીમે ધીમે વિસરાઈ રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના લવાછા ગામે દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિયેશન (South Gujarat Horse Association) દ્વારા એક અશ્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. લવાછા ગામે આયોજીત આ અશ્વ દોડ સ્પર્ધામાં મહારાષ્ટ્ર,રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ ગુજરાત માંથી અશ્વ માલિકોએ ભાગ લીધો હતો. લવાછા ગામ ખાતે આયોજિત અશ્વ દોડની સ્પર્ધા બે પ્રકારની યોજવામાં આવી હતી. જેમાં નાની રવાલ અને મોટી રવાલ સ્પર્ધા, નાની રવાલમાં અશ્વોની સ્પીડ 35 કિમી પ્રતિ કલાક હોય છે. અને એક જ સ્પીડ એ ચાલવાનું હોય છે. જ્યારે મોટી રવાલ ના પણ નિયમો એ જ હોય છે પરંતુ સ્પીડ 45 કિમી પ્રતિ કલાકની હોય છે. નાની રવાલમાં 24 અશ્વોએ ભાગ લીધો હતો. જ્યારે મોટી રવાલમાં 12 અશ્વો એ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં યુપીના મલંગ નામના અશ્વ એ મેદાન માર્યું હતું,આયોજકો દ્વારા ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST