Ganesh Visarjan 2023 : સુરતમાં હર્ષ સંઘવી ગણેશ વિસર્જનમાં જોડાયા, ક્રેનમાં બેસી સમુદ્ર વચ્ચે પ્રતિમાનું વિસર્જન કર્યું - હજીરા ખાતે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન
Published : Sep 28, 2023, 3:49 PM IST
સુરત :દેશભરમાં વિધિવત ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ પોતાને વિસર્જન પ્રક્રિયામાં સામેલ થવાથી રોકી શક્યા નહોતા. સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર હજીરા ખાતે ગણેશજીની વિશાળકાય પ્રતિમાઓનું વિસર્જન થઈ રહ્યું છે. હર્ષ સંઘવી ત્યાં પહોંચી વિસર્જનમાં સામેલ થયા હતા. તેઓ ક્રેન ઉપર ચડી ગયા હતા અને સમુદ્રમાં જઈ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ કર્યું હતું.
ચાંપતો પોલીસ બંદોબસ્ત : ગણેશ વિસર્જન કર્યા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શહેરભરમાં શાંતિ અને સલામતી સાથે ગણેશ વિસર્જનની વિધિ ચાલી રહી છે. આ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન થાય આ માટે સુરત પોલીસ તકેદારીના તમામ પગલાં લઈ રહી છે. જે માટે ડ્રોન સહિત અન્ય અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે.