Kutch Tiranga Yatra: પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર - Kutch Tiranga Yatra
કચ્છ:પૂર્વ કચ્છ ગાંધીધામમાં વિશાળ તિરંગા યાત્રામાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. ગાંધીધામના ગાંધી માર્કેટથી ચાવલા ચોક સુંધી તિરંગા યાત્રા યોજવામાં આવી. તિરંગા યાત્રામાં ગાંધીધામના 3000થી વધુ લોકો યાત્રામાં જોડાયા હતા. પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય, કચ્છ ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય તેમજ ચૂંટાયેલા ધારાસભ્ય હાજર રહ્યા હતા. ભારત સરકારે ગયા વર્ષે 'આઝાદી કા અમૃત મહોત્સવ' (AKAM)ના નેજા હેઠળ 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કર્યું હતું. આ ઝુંબેશ 2022માં ભારે સફળ રહી, જ્યાં 230 મિલિયન પરિવારોએ તેમના ઘરે ત્રિરંગો ફરકાવ્યો અને 60 મિલિયન લોકોએ HGT વેબસાઇટ પર સેલ્ફી અપલોડ કરી. સરકારે અગાઉ કહ્યું હતું કે આ વર્ષે ઈન્ડિયા પોસ્ટ 'હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણી કરવા માટે તેની 1.6 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહી છે.