વલસાડમાં મેઘ મલ્હાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી - Heavy rains in Valsad
વલસાડ: જિલ્લામાં પાછલા 30 કલાકથી વરસાદ વરસી(Heavy rains in Valsad ) રહ્યો છે. બપોરના 12 વાગ્યા સુધીના વલસાડ તાલુકામાં 6.88 ઇંચ વરસાદ( Monsoon Gujarat 2022)ખાબક્યો છે. જ્યારે પારડીમાં 4 ઇંચ અને વાપી-ધરમપુર માં 2-2 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લાના વાપીમાં (Rain In Gujarat)ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતાં. સવારથી છુટા છવાયા છાંટા રૂપે વરસતા વરસાદની અચાનક હેલી આવતા રસ્તાઓ પર પાણી વહેવા સાથે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. ભારે વરસાદ સાથે પવનનું પણ જોર વધ્યું હતું. જેને કારણે માર્ગ પર દૂરના દ્રશ્યો ધૂંધળા બનતા વિઝીબિલિટી ઘટી હતી. ભારે વરસાદમાં જનજીવન પ્રભાવિત થતું જોવા મળ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST