ગુજરાત

gujarat

ETV Bharat / videos

Heavy rains in Aravalli District જાલમપુરમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરતી SDRF - અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ

By

Published : Aug 16, 2022, 9:23 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

અરવલ્લીના મોડાસાના જાલમપુર ગામમાં ફસાયેલાં 14 લોકોનું સફળતાપૂર્વક એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ Rescue by SDRF team કરવામાં આવ્યું હતું. જાલમપુર ખાતે 14 લોકો ફસાયાના સમાચાર મળતાં અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું . અરવલ્લી જિલ્લાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. SDRF ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરતાં ફસાયેલાં લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ જાનમાલનું નુકશાન થયું નથી. તમામને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતાં. અરવલ્લી જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં લોકોને એલર્ટ Alert to people in lowlying areas in Aravalli district કરવામાં આવ્યા છે. પૂરની સ્થિતિમાં જિલ્લા તંત્ર ખડેપગે છે. અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદથી Heavy rains in Aravalli District પાણીની આવકમાં વધારો થયો છે. જેમાં પાણી ભરાય તેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details