અંબાજીમાં અડધા કલાકમાં બે ઈંચ વરસાદ, પાણીમાં વાહનો થયા ગરકાવ - અંબાજીમાં ભારે વરસાદ
બનાસકાંઠા: અંબાજીમાં આખો દિવસ ભારે વરસાદ(Heavy rain in Ambaji) બાદ સાંજે ગાજવીજ અને વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. જોકે, આગામી ચાર દિવસોમાં હવામાન વિભાગની (Meteorological department forecast) અતિભારે વરસાદની આગાહી છે. અંબાજીમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. વરસાદના પાણીનું પ્રમાણ વધતા રસ્તા પરના વાહનો અડધે સુધી ડૂબી જવા પામ્યા હતા. સમગ્ર શહેરના બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ સાથે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને રસ્તા ક્રોસ કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝન નો અતિ ભારે વરસાદ હોવાથી અનેક ઠેકાણે પાણી ભરાયાના અહેવાલો સામે આવ્યા હતા. થોડા જ સમયમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર હાઈવે વિસ્તાર પણ પાણીથી ગરકાવ(Ambaji highway Flooded with rainy Water) થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરની પોલીસે પણ લોકોને પાણીમાં ન જવાની સૂચના પણ આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST