Harsh Sanghvi Surat Visit: સુરત ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં પહોંચ્યાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી, કારણ આવું હતું - ગૃહપ્રધાન હર્ષ સંઘવી
Published : Jan 15, 2024, 9:49 PM IST
સુરત : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ધ્યાનમાં રાખીને દેશભરના તમામ મંદિરોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકથી કરી હતી, આજે ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત શહેર સ્થિત ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેઓ તેમના વિધાનસભા ક્ષેત્રના તમામ મંદિરોની સફાઈ કરાવશે.આટલું જ નહીં, હર્ષ સંઘવીએ આજે પ્રજ્ઞાચક્ષુ સાથે ચા પીને વાતચીત પણ કરી હતી. આપને જણાવીએ કે ગુજરાત સરકારના આ યુવા પ્રધાન લોકસંપર્કની કલામાં માહેર છે અને અચાનત તમે તેમને તમારી વચ્ચે ઉપસ્થિત રહેલા જોઇ શકો છો. થોડા સમય પહેલાં જ તેમણે જાહેર જનતા સાથે વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી હેડલાઇન્સમાં સ્થાન બનાવ્યું હતું. એવી જ રીતે તેમણે અચાનક બસમાં પણ પ્રવાસ કરીને જનતાને લગતી બાબતો જાણી હતી. ત્યારે વધુ એકવાર સુરતના આ જાણીતા મંદિરની મુલાકાત સફાઇ અભિયાન નિમિત્તે લીધી થછે અને જનતાનો મિજાજ જાણ્યો છે.