Haridham Sokhada controversy: પ્રેમ સ્વામીના જૂથ દ્વારા પ્રમોદ સ્વામીના ભક્ત પર હુમલા બાબતે પોલીસ કમિશનરને રજુઆત - Swaminarayan devotees in Sokhada controversy
સ્વામિનારાયણ ભક્તોનો સોખડા વિવાદમાં સુરત પ્રેમ સ્વામી જૂથ હિંસાના(Haridham Sokhada controversy) માર્ગે જઈ રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. પ્રેમ સ્વામીના જૂથ દ્વારા પ્રમોદ સ્વામીના એક ભક્ત ઉપર ચાકુ થી હુમલો કરવામાં આવ્યો. જેમાં ઈજાગ્રસ્ત ભક્ત સુરેશ વાઘેલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના શહેરના ઉધના વિસ્તારમાં ગત 14 મી એપ્રિલના રોજ બની હતી. એમાં ઉધના પોલીસ સ્ટેશનમાં (Udhna police station)પ્રમોદ સ્વામીના(Surat Prem Swami Group)ભક્તો દ્વારા ફરિયાદ પણ આપવામાં આવી હતી. અને ત્યાર બાદ પણ પ્રેમ સ્વામીના જૂથ દ્વારા પ્રેમ સ્વામીના ભક્તોને સતત ધમકીઓ આપવામાં આવતી હોવાથી પ્રમોદ સ્વામીના ભક્તો એકઠા થઇ સુરત પોલીસ કમિશનરને રજુઆત (Surat Police Station)કરવા પહોંચ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST