ગુજરાત

gujarat

ETV Bharat / videos

પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે વિષપાન કર્યું, કરોડો ઉસેટ્યાં છતાં હતો ત્રાસ

By

Published : Oct 12, 2022, 9:09 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

પાટણમાં વ્યાજખોરોના ત્રાસ ( Harassment of Money Launderers in Patan )થી કંટાળીને એક યુવાને ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ ( Patan Youth attempt to Suicide ) કરી હતી. યુવકને ગંભીર હાલતમાં યુવકને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. યુવકના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં 21 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો છે. મોટી સરા વિસ્તારના વેપારી યુવાન જૈનિક રાઠોડે પાંચ વર્ષ અગાઉ વ્યાજે નાણા લીધા હતાં. કેટલાક દિવસોથી વ્યાજખોરોની ટોળકીએ આ યુવકને માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરતા યુવક હતાશ બન્યો હતો. વ્યાજખોરોને ચારથી પાંચ મિલકતો સહિત દાગીના પણ વેચીને વ્યાજખોરોને પૈસા ચૂકવ્યા હતા. છતાં વ્યાજખોરોની સતામણીથી જૈનિકે કંટાળીને ઝેરી દવા ગટગટાવી હતી. યુવકના મોટાભાઈ મનીષ રાઠોડના જણાવ્યા મુજબ ચાર વર્ષમાં બે કરોડ જેટલા રૂપિયા વ્યાજખરોને ચૂકવ્યા છતાં પણ ધાકધમકીઓ ચાલુ હતી. જેને લઈ યુવાને નાછૂટકે આત્મહત્યાનું પગલું ભર્યું છે. પાટણ એ ડિવિઝન પીઆઈ વસાવા સાથે ( Patan A Division PI Vasava ) ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલમાં યુવક હોસ્પિટલમાં સારવાર થઈ હોય ભાનમાં ન હોવાથી જાણવાજોગ નોંધ દાખલ કરી છે. યુવકની સ્થિતિ સામાન્ય થયા બાદ નિવેદનો લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details