ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભગવાન દ્વારકાધીશને છાબમાં તિરંગો અર્પણ કર્યા બાદ માહોલ છવાયો સતરંગી

By

Published : Aug 15, 2022, 10:32 AM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

દેવભૂમિ દ્વારકા આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrit Mahotsav અંતર્ગત પવિત્ર દ્વારકાધીશ જગતમંદિર ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના SP નીતિશ પાંડે તેમજ પૂજારી પરિવાર દ્વારા સૌ પ્રથમ ભગવાન દ્વારકાધીશને છાબમાં તિરંગો અર્પણ કરી યાત્રાનું પ્રારંભ Tiranga Yatra at Dwarka કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દ્વારકાધીશ જગત મંદિર પર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તો બીજી તરફ ક્રાંતિવીર જોધાભા માણેકની પ્રતિમાને પણ SPC દ્વારા ફુલહાર કરી તિરંગા યાત્રાની Independence Day 2022 ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દ્વારકા જિલ્લાના પોલીસ તેમજ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરના પૂજારી પરિવાર તેમજ મોટી સંખ્યામાં લોકો તેમજ બહારગામથી આવતા શ્રદ્ધાળુઓ પણ Har Ghar Tiranga આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ત્યારે અને આ તિરંગા યાત્રા દ્વારકા ના મુખ્ય માર્ગો પર ફરી હતી ત્યારે સમગ્ર દ્વારકા નગરી ભારત માતાકી જય જય જવાન, જય કિસાન,જય હિન્દ ના નારા સાથે દેશભક્તિના માહોલમાં રંગાઈ ગઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details