કચ્છમાં આજથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર, ગાંધીધામમાં હનુમાન કથા સાથે દિવ્ય દરબારનો જામશે સત્સંગ - કચ્છમાં બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
Published : Nov 26, 2023, 12:12 PM IST
ભૂજ: શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એક વખત ગુજરાતના મહેમાન બન્યાં છે. આજે સવારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છ પહોંચ્યા હતાં. ત્યારે શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, કચ્છના ગાંધીધામ ખાતે 26 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના મુખે હનુમાન કથા તેમજ 28મી નવેમ્બરના રોજ મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાં આ હનુમાન કથા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે આજે બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છ આવી પહોંચતાં તેમના સમર્થકોમાં ખુશીનો મહોલ જોવા મળી રહ્યાં છે.