રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સુધી જૂનાગઢમાં થશે હનુમાન ચાલીસાના પાઠ
Published : Jan 5, 2024, 12:13 PM IST
જૂનાગઢ : 22મી જાન્યુઆરીના દિવસે રામ મંદિરનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. રામ મંદિર સનાતન ધર્મની આસ્થા સાથે જોડાયેલું ધાર્મિક સ્થાન લોકાર્પિત થવા જઈ રહ્યું છે. તેની ખુશીમાં અને ખાસ કરીને 22મી જાન્યુઆરીએ પ્રત્યેક વ્યક્તિ અયોધ્યા ખાતે પ્રત્યક્ષ લોકાર્પણમાં સામેલ થઈ શકવાના નથી. પરંતુ જૂનાગઢ વાસીઓ 22 તારીખ સુધી રામ નામના જાપ અને હનુમાન ચાલીસાના પઠન સાથે 22 જાન્યુઆરીના દિવસે જૂનાગઢમાં બેઠા બેઠા પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે કરશે.
વિવિધ કાર્યક્રમો યોજાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ બપોરે 12.20 કલાકે રામ લલ્લાનો અભિષેક કરશે. અભિજીત મુહૂર્ત મૃગાશિરા નક્ષત્રમાં અભિષેક કાર્યક્રમ યોજાશે. આ કાર્યને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સંઘ પરિવારે રવિવારે સાકેત નિલયમ ખાતે બેઠક યોજી હતી. જેમાં સમારોહને ચાર તબક્કામાં વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
TAGGED:
junagadh ram mandir ram dhun