ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતી ફિલ્મ માધવનું નવરાત્રી મહોત્સવમાં કર્યું પ્રમોશન, કિશોર કાકાના અવાજમાં ખેલૈયાઓને કરાવી મોજ - Film Promotion in Bharuch

By

Published : Sep 30, 2022, 4:21 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ભરૂચ ગુજરાતી ફિલ્મ માધવની ટીમ આજરોજ ભરૂચમાં શિવમ એન્ટરટેનમેન્ટ નવરાત્રી મહોત્સવમાં પોતાના ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. માધવ ફિલ્મી ટીમ અને ડાયરેક્ટર (Madhav film team and director) ETV ભારત સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. આ ફિલ્મમાં સ્મિત પંડ્યા ઉર્ફે કિશોર કાકા પણ પોતાનો રોલ નિભાવી રહ્યા છે. સ્મિત પંડ્યાએ કિશોર કાકાના અવાજમાં મન મૂકીને વાત કરી ખેલૈયાઓને ખુશ કરી દીધા હતા. ગુજરાતી ફિલ્મ માધવ આવે છે. પ્રમોશન માટે ડાયરેક્ટર હેતલ ઠક્કર, ચેતન દૈયા, સ્મિત પંડ્યા ઉર્ફે કિશોર કાકાએ શિવમ એન્ટરટેનમેન્ટ ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. રિક્વેસ્ટ કરતાં જણાવ્યું હતું કે ભરૂચવાસીઓ આ ફિલ્મ જોવા માટે જરૂર જાય. કલાકારોએ પ્રમોશન માટે ભરૂચના શિવમ એન્ટરટેનમેન્ટ ગરબા મહોત્સવમાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ પોલીસ ઉપર આધારિત છે. તમે હિન્દી મુવી સિંઘમ, સિમ્બા વગેરે મુવીઓ જોઈ હશે. જે પોલીસ આધારિત હતી. તે ગુજરાતના તમામ થિયેટરોમાં 14 તારીખે રિલીઝ થવાની છે. આ ફિલ્મને જોવા જવા માટે ભરૂચવાસીઓને વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, તમને ફિલ્મ ગમે કે ન ગમે, પરંતુ કોમેન્ટ જરૂરથી આપજો અને અમારા જેવા ઉભરતા કલાકારોને સહકાર આપશો. Shivam Entertainment in Bharuch Promotion of Gujarati movie Madhav Gujarati movie Madhav Shivam Entertainment Garba Mahotsav Film Promotion in Bharuch Gujarati film Madhav team
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details