સીએમ ભુપેન્દ્ર પટેલના હસ્તે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન - omplex inaugurated by Chief Bhupendra Patel
Published : Dec 5, 2023, 10:25 PM IST
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 5 સ્ટાર્ટઅપ્સને પ્રતિકાત્મક Incubation Co-working spaceના અલોટમેન્ટ લેટરનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીશ્રી એ i-Hubના નવીન બિલ્ડીંગમાં કાર્યરત સ્ટાર્ટઅપ કો-વર્કિંગ સ્પેસની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલે સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ સંરક્ષણ, શિક્ષણ, આરોગ્ય, એગ્રીકલ્ચર, સ્પોર્ટ્સ, સર્વિસ સેક્ટરને લગતા સ્ટાર્ટઅપ્સની મુલાકાત કરી હતી. 110 ફાઉન્ડર્સ દ્વારા ઇનોવેશન અને સ્કુલનું પ્રદર્શન કરાયું હતું. સ્ટાર્ટઅપના વિકાસ માટે જરૂરી એવું તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કો-વર્કિંગ સ્પેસ આ સંકુલમાં ઉપલબ્ધ છે. 100 કરોડના ખર્ચે 1.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યામાં સ્થાપિત આ સંકુલમાં 500 જેટલા સ્ટાર્ટઅપ્સ એક સાથે કામ કરી શકે તેવી વ્યવસ્થા છે. સ્ટાર્ટઅપ્સને અહીં કાનૂની, નાણાકીય, ટેકનિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ જેવા પાસા ઉપર માર્ગદર્શન અને પીઠબળ સહિત તમામ પ્રકારનો ઇનક્યુબેશન સપોર્ટ આપવામાં આવશે.