પીએમ મોદીનું વડોદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - વડાપ્રધાન ગુજરાતની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં સ્થળ પર(PM Modi Vadodara Visit)પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને અહીં ખૂલ્લી જીપમાં આવીને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત (Gujarat Gaurav Abhiyan Program)રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ વડાપ્રધાને અહીં વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને 21,000 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST