GLF 2023: લેખક,સાહિત્યકાર જય વસાવડાની ETV ભારત સાથે ખાસ વાતચીત
Published : Dec 26, 2023, 7:01 AM IST
|Updated : Dec 26, 2023, 8:25 AM IST
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ 2023માં મોટી સંખ્યામાં સાહિત્યકારો, લેખકો, કલાકારો સહિતના સર્જનકારો ઉમટી પડ્યાં હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 24 ડિસેમ્બરના રોજ તેનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં શાનદાર માહોલ જોવા મળ્યો હતો અને લોકો પણ ઉત્સાહિત અને આનંદીત જોવા મળ્યાં હતાં. ત્યારે આ કાર્યક્રમને લઈને તેમજ ગુજરાતી ભાષાનું મહત્વ, ગુજરાતી ફિલ્મોનું આંકલન તેમજ ગુજરાતી સાહિત્યો અને ભાષાને લઈને ઘણા મહાનુભાવોએ પોતાના વિચારો ઈટીવી ભારત ગુજરાત સાથે વ્યક્ત કર્યા હતાં. જાણીતા લેખક, વક્તા, કોલમલિસ્ટ એવા જય વસાવડાએ ઈટીવી ભારત સાથે વાત કરતા આજની યુવા પેઢી ગુજરાતી ભાષાને કેવી રીતે વળગી રહે અને તેમને ગુજરાતી ભાષા સાહિત્યમાં કેવી રીતે વધુ રસ લેતી કરી શકાય તે અંગે જણાવ્યું હતું કે, 'હુ મારા લેખો, પુસ્તકો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં ગુજરાતી સાથે તળપદા શબ્દો, અંગ્રેજી શબ્દો, ઉર્દૂ કે પછી અન્ય બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ કરે છે તો આવુ ફ્લેવર વાળુ ગુજરાતી હશે તો વાંચકોને સ્વાદિષ્ટ લાગશે'