ભાવનગરમાં 18 લાખ મતદારો કાલે 66 ઉમેદવારોનું ભાવિ EVMમાં કરશે કેદ, મશીનની કરાઈ ફાળવણી - mj college of commerce
ભાવનગરમાં આવતીકાલે (1 ડિસેમ્બરે) મતદાન (Polling Vote in Bhavnagar) થવાનું છે. ત્યારે આ પહેલા જિલ્લામાં બૂથ ફાળવણી અને EVM મશીનની ફાળવણી કરવામાં આવી હતી. સવારથી જ કર્મચારીઓની ટીમને સાહિત્ય અને EVM મશીન સોંપવામાં આવ્યા હતા. આ સાથે જ હવે કાલે 18,00,000 મતદારો (Voters of Bhavnagar) 66 ઉમેદવારોનું ભાવિ (Political candidates in Bhavnagar) મશીનમાં કેદ કરશે. જિલ્લામાં કુલ 1,868 બૂથ છે, જેમાં કેટલાક જિલ્લાની ઓળખાણ ધરાવતા (Bhavnagar Assembly Constituency) પણ અલંગ, વિક્ટોરિયા જેવી થીમ પર બૂથો બનાવવામાં આવ્યા છે. તો કર્મચારીઓ, પ્રિસાઈડિંગ ઓફિસરને EVM ફાળવણી કરવામાં આવી ગઈ છે. શહેરની શામળદાસ આર્ટસ કૉલેજ (Samladas Arts College), એમ જે કોલેજમાં (mj college of commerce) કર્મચારીઓ ચકાસણી કરી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST