ગુજરાત

gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના પ્રવાસે

ETV Bharat / videos

CM ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં બુલેટ ટ્રેનની સવારી માણી, જાપાની ચાની ચુસ્કીનો લુફ્ત ઉઠાવ્યો - undefined

By ANI

Published : Nov 27, 2023, 4:58 PM IST

ટોક્યો (જાપાન): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાનના પ્રવાસે છે. આજે તેમના જાપાન પ્રવાસનો બીજો દિવસ છે.આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવ રાજકુમાર અને પ્રતિનિધિ મંડળ સાથે ટોક્યોથી કોબે સિટી સુધી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. યોકોહામાના પ્રસિદ્ધ શેન્કેઇન ગાર્ડનની મુલાકાત લીધી હતી. ઉપરાંત પ્રતિનિધિ મંડળ સાથે જાપાનની પરંપરાગત ચાની ચુસ્કીનો લુપ્ત ઉઠાવ્યો હતો. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 26 નવેમ્બરે યામાનાશી હાઈડ્રોજન કંપનીની પણ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી, 2024 દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા જાપાન પહોંચી ગયા છે. અને જાપાનને વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટે સત્તાવાર આમંત્રણ આપ્યું છે. જાપાનમાં રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details