ગુજરાત

gujarat

ETV Bharat / videos

Pm Modi birthday : ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી - Prime Minister Narendra Modi on his birthday

🎬 Watch Now: Feature Video

Pm Modi birthday

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 6:39 PM IST

સુરત :વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. પાટીલે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દેશ નહિ પરંતુ વિદેશમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તેઓએ ગરીબો માટે ઘરના ઘરનું સપનું પુર્ણ કર્યું છે. કોંગ્રેસના સમયમાં ઇન્દિરા આવાસને લાત મારે તો તૂટી જતા હતા. તે સમયમાં આવાસના ફોર્મ લોકો એ ભર્યા તે ફોર્મ દરિયા કિનારે અને નદી કિનારે મળી આવ્યા હતા. વડાપ્રધાનએ ગેસ કનેક્શન મફત આપ્યા, જેના કારણે બહેનો લાકડા પર રસોઈ બનાવતી બંધ થઇ છે.  

15 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે : જન્મદિવસ નિમિત્તે આજથી 15 દિવસ સુધી વિવિધ લોક ઉપયોગીના કાર્યક્રમો થવાના છે. પાટીલે જણાવ્યું કે, હું આપના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું. તેમની લાંબી ઉંમર અને તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તે માટે ઈશ્વરને પાર્થના કરું છું. આજે લગભગ 100થી વધુ કાર્યક્રમ સુરત શહેરમાં થઈ રહ્યા છે. તે ઉપરાંત સમગ્ર રાજ્યમાં પણ લોક ઉપયોગીના કાર્યક્રમો થઇ રહ્યા છે. 

ABOUT THE AUTHOR

...view details